સુરતમાંથી 10 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 3 પેડલર્સ પોલીસના સકંજામાં

સુરત: સુરતમાં શહેર પોલીસ ડ્રગ્સ ઈન સીટી અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત અવાર-નવાર ડ્રગ્સની હેરાફેરી કરતા કે ડ્રગ્સ માફિયાઓ ઝડપાઈ રહ્યા છે. આ અભિયાન અંતર્ગત હવે સુરતમાંથી 10 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.

ડ્રગ્સના જથ્થા સાથે 3 પેડલર્સની ધરપકડ

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ પેડલરોને પકડવા માટે 2 ઓપરેશન હાથ ધર્યા હતા. ત્યારે હવે આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી 10 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 3 પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 10 લાખની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા બે આરોપી સાળા-બનેવી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ હવે સુરત ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ ઝડપાયુ હતું ડ્રગ્સ

સુરતમાંથી અગાઉ પણ 10 લાખના MD ડ્રગ્સ સાથે બે શખસ ઝડપાયા હતા. અઠવા પોલીસને બાતમી મળી હતી કે, સરદાર સ્મૃતિ ભવનની સામે કદમફલી રો હાઉસથી કાદરસાની નાળ તરફ બે યુવક બાઈક પર ડ્રગ્સ સપ્લાય કરવા માટે આવી રહ્યા હતા. જે બાતમીના આધારે પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને વોચ ગોઠવી હતી. બંને યુવકો ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોક્યા હતા. યુવકોની તપાસ કરતા તેમની પાસેથી 10 લાખની કિંમતનું 100 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!