રાજકોટમાં આંગડીયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડી, ત્રણ સામે ફરિયાદ દાખલ

રાજકોટ: રાજકોટની આંગડીયા પેઢી છેતરપિંડીની ભોગ બની છે. સોની બજારમાં આવેલ ઈશ્વર સોમા આંગડીયા પેઢી સાથે 72 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ મામલે પેઢીના મેનેજરે જણાવ્યું કે, શેઠના મિત્રના કહેવાથી ત્રણ લોકોને 72 લાખ રૂપિયા મોકલ્યા હતા પરંતુ લાંબા સમય સુધી આ ત્રણ લોકોએ રૂપિયા પરત જ ન કર્યા. ત્યારબાદ આંગડીયા પેઢી દ્વારા ત્રણ શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ હાથ ધરી છે.

આંગડિયા પેઢી સાથે છેતરપિંડી

રાજકોટના સોની બજારમાં આંગડીયા પેઢીનો કારોબાર ચાલે છે. જાન્યુઆરી મહિનામાં સોની બજારમાં આવેલ ઈશ્વર સોમા આંગડિયા પેઢી લાખો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બની. ઈશ્વર સોમા આગડિયાના મેનેજર મોરાર ગોરધન પટેલે એ ડિવિઝન પોલીસ મથકમાં 72 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. ઈશ્વર સોમા આંગડીયા પેઢીમાં શહેર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ તેમનો કારોબાર ફેલાયેલો છે. જેમાં મોટાભાગે આર્થિક વહીવટ હેઠળ સંબંધિત ગ્રાહક સાથે હવાલા દ્વારા રૂપિયાની લેવડદેવડ કરાતી હોય છે. ઈશ્વર સોમા આંગડીયા પેઢીએ પોતાના પરિચિત માણસની ભલામણના આધારે દિલ્હીની ઓફિસે 72 લાખ રૂપિયાનો હવાલો પાડ્યો. અને આ રૂપિયાનો ઉપાડ દિલ્હી ઓફિસથી કરવામાં આવ્યો હતો. જો કે થોડો સમય છતાં દિલ્હીના ગ્રાહક દ્વારા પૈસા પરત ન કરાતા વસૂલી માટે ફોન કરવામાં આવ્યો. જેમાં ગાહકને ફોન કરતા આ ગ્રાહકે પોતે ફોન કર્યો જ નથી હોવાનું જણાવતા આંગડિયા પેઢીના માલીક ચોંકી ઉઠ્યા હતાં.

છેતરપિંડીનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

પેઢી સાથે 72 લાખની છેતરપિંડી થયાની જાણ થતાં જ રાજકીય નેતા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીને તમામ હકીકત જણાવી. ત્યારબાદ પેઢી સાથે છેતરપિંડીનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને એલસીબી ઝોન-2ને તપાસ સોંપાઈ છે. ફરિયાદને પગલે ઈશ્વર સોમા આંગડીયા પેઢી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી મામલે સોની બજાર અને દિલ્હી ખાતે આવેલ આંગડીયા પેઢીમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. પોલીસને શંકા છે કે દિલ્હીની ઠગ ટોળકી દ્વારા છેતરપિંડીનું કાવતરું ઘડવામાં આવ્યું હોઈ શકે છે. આંગડીયા પેઢીના માલિકોને ત્રણ શખ્સ પર શંકા છે. પેઢીના માલિકોએ 3 શખસો સામે રૂપિયા 72 લાખની ચિટીંગની ફરિયાદ નોંધાવી.પોલીસે પુથ્વીરાજ કોઠારી, વિશાલ અને રમેશ મહેતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!