ખ્યાતિ હોસ્પિટલ કાંડ: મુખ્ય આરોપી કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર

અમદાવાદ: ગુજરાતના ચર્ચિત ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કાર્તિક પટેલની ગઈકાલે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એક રાત લોકઅપ વિતાવ્યા બાદ આજ રોજ તેને રિમાન્ડ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર

ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ છેલ્લા બે મહિનાથી ક્રાઈમ બ્રાન્ચની પકડથી દૂર વિદેશ જઈને છુપાયો હતો. ત્યારે ગઈકાલે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમે તેની ધરપકડ કરી લીધી હતી, અને આજે તેને રિમાન્ડ માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તમામ પ્રકારની બંને પક્ષની દલીલો સાંભળીને 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સરકારી પક્ષે અદાલતમાં રિમાન્ડ માટે અનેક મુદ્દાની રજૂઆત કરી

ખ્યાતિ હોસ્પિટલનો મેડિકલ માફિયા કાર્તિક પટેલ અન્ય હોસ્પિટલને કમિશન આપી દર્દીઓ લઈ આવતા હોવાનો ખુલાસો થયો છે. કઈ-કઈ હોસ્પિટલમાંથી કેટલું કમિશન આપીને દર્દીઓ ખ્યાતિ હોસ્પિટલમાં લવાતા હતા તેની તપાસની જરૂરિયાત હોવાની પણ સરકારી વકીલે રિમાન્ડની માંગણી સમયે રજૂઆત કરી હતી. બીજી તરફ હ્રદયની ધમનીઓમાં 30થી 40 ટકાનું જ બ્લોકેજ હોય તેમના ખોટા રિપોર્ટ બનાવી 80થી 90 ટકા સુધીનું બ્લોકેજ દર્શાવાતું હોવાનો પર્દાફાશ થયો છે. વધુ બ્લોકેજ બતાવી સ્ટેન્ટ મૂકી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રૂપિયા કમાવવાનું કાવતરું ઘડ્યું હોવાની સરકારી પક્ષે અદાલતમાં રજૂઆત કરી હતી.

કાર્તિક પટેલે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી

કાર્તિક પટેલ વિદેશમાં વેકેશન માણવાનો શોખીન છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ ઉપરાંત તેની સામે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. હવે કાર્તિક પટેલની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, કાર્તિક પટેલે ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જો કે, જમાઈ મારફતે કરેલી આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ખ્યાતિકાંડના બધા આરોપીની આગોતરા જમીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

One thought on “ખ્યાતિ હોસ્પિટલ કાંડ: મુખ્ય આરોપી કાર્તિક પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર

  1. [7166]yg777 Official Login | Best Online Slots PH & GCash Bonuses,yg777 provides a secure official login for top slots. Download the app to enjoy easy GCash deposits and learn how to play baccarat. Join the action today! visit: yg777

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!