પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ફૂડ વિભાગે ઘીના વેપારીને ત્યા દરોડા પાડ્યા છે. જોકે, રેડ દરમિયાન વેપારી આવું છું તેમ કહી ગોડાઉનની ચાવી લઈને છુમંતર થયો હતો. બીજી તરફ ફૂડ વિભાગે પોલીસ બોલાવી ગોડાઉનને સીલ કરાયું છે.
પાલનપુરના ચડોતર નજીક કેબી લોજિસ્ટમાં શંકાસ્પદ ઘીના ગોડાઉન ઉપર ફૂડ વિભાગે રેડ કરી હતી. ફૂડ વિભાગને ઉલ્લુ બનાવીને હું આવું છુ એમ કહીને વેપારી ગોડાઉનને લોક મારી ચાવી લઇને ભાગી ગયો હતો.
ફૂડ વિભાગના અધિકારીઓને જોઈને વેપારી ગોડાઉનને લોક મારી ચાવી લઈને ભાગી ગયો હતો. હવે વેપારી આવશે ત્યારે ખબર પડશે કે તે કઈ રીતે ગ્રાહકોને ઉલ્લું બનાવતો હતો.
પોલીસે ગોડાઉન સીલ કરી દીધું છે. વેપારીને હવે ફરીથી ધંધો કરવો હોય તો તેણે ગોડાઉનનું સીલ ખોલાવવું પડશે અને તપાસ કરાવવી પડશે પછી જ ધંધો કરી શકશે. હવે જોવાનું એ રહ્યું કે આ રેડ દરમિયાન શું માહિતી સામે આવી રહી છે.હાલમાં તો વેપારી ફરાર થઈ ગયો છે તેવું કહી શકાય કેમકે તેના પેટમાં કઈ પાપ હશે તો જ તે ગયો હશે દુકાન બંધ કરીને.
જણાવી દઇએ કે બે મહિના પહેલા પણ બનાસકાંઠાના ડીસામાં GIDC વિસ્તારમાં ખાદ્ય તેલ અને ઘીનું પ્રોડક્શન કરતા ત્રણ એકમો પર ફૂડ વિભાગે દરોડા પાડયા હતા. ડીસામાં 36 લાખની કિંમતનો શંકાસ્પદ માવો મળી આવ્યો હતો.