અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુપરવાઈઝરની ભરતીમાં ફરજિવાડો, આરોપીની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીમાં ફરજિવાડો થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ હવે આ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. AMCના કર્મચારી દ્વારા જ માર્કશીટમાં છેડછાડ કરી ખોટી રીતે ભરતી કરાવવામાં આવી હોવાનું સામે આવતા કારંજ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્નિકલ સુપરવાઈઝરની 93 પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા કરાઈ હતી. જેની પરીક્ષા ગત 18 ઓગસ્ટના રોજ યોજવામાં આવી હતી. જેમાં મનપાની સેન્ટ્રલ ઓફિસ ખાતે ફરજ બજાવતા પુલકિત સથવારા દ્વારા અમદાવાદના મોનલ પટેલ અને તમન્ના કુમારી પટેલ અને કડીના જય પટેલના પરિણામમાં છેડછાડ કરી હતી તેમને કટ ઓફ માર્કથી ઉપર માર્ક આપવામાં આવ્યા અને તેના આધારે આ તમામ ત્રણને પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું હતું. પરંતુ સમગ્ર પ્રકરણ સામે આવતા આ ત્રણેયને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ આ છેડછાડ કરનાર પુલકિતને સસ્પેન્ડ કરી તેની સામે ખાતાકીય તાપસ શરુ કરવાંમાં આવી છે.

બીજી તરફ કારંજ પોલીસ મથકે પુલકિત સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી AMC ખાતે તેને સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. આગામી સમયમાં પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગ કરશે. થોડા દિવસ પહેલા મનપાને એક અરજી મળી હતી જેમાં આ ત્રણના પરિણામમાં છેડછાડ કરી તેને પાસ કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેથી તેના આધારે આંતરિક રીતે તાપસ હાથ ધરવામાં આવી હતી જેમાં માલુમ પડ્યું હતું કે પુલકિત દ્વારા આ ત્રણને મળેલા માર્ક કરતા વધારે માર્ક આપી ઊંચું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.

હવે પોલીસ આરોપી પુલકિતને રિમાન્ડ પર લઈ તેણે નાણાકીય વ્યવહાર કરેલો છે કે નહિ કે પછી સબંધમાં આ કૃત્ય કર્યું હતું ? જેમના પરિણામ ખોટા બનાવ્યા તેની સીધી સંડોવણી છે કે નહિ તેને લઈને હજી પોલીસ સ્પષ્ટ નથી. હવે આ અંગે પણ પોલીસ તપાસ કરશે. આ સાથે જ કોર્પોરેશનનાં અન્ય કોઈ કર્મચારી આ કાંડ માં સંડોવાયેલો છે કે નહિ તેને લઈને પોલીસ તપાસ શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *