સાવચેત રહેજો! મહેસાણામાં પ્રતિબંધિત ચાઈનિઝ દોરીથી યુવતીનું ગળું કપાયું

Young woman Seriously Injured by Chinese Thread in mehsana

મહેસાણા | રાજ્યમાં ઉત્તરાયણ પહેલા ચાઈનીઝ દોરી ઘાતક બની રહી છે. મહેસાણામાં વધુ એક પતંગની દોરીથી કપાતા ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. બાઈક પર જતી યુવતીને ગળામાં દોરી વાગતા યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ છે. લોહીલુહાણ હાલતમાં યુવતીને હોસ્પિટલ લઈ જવાઇ હતી.

ઉતરાયણ પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી છે તે પહેલા જ મહેસાણામાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયું હોવાની ઘટના સામે આવી છે. શહેરના આંબલિયાસણમાં યુવતીને ચાઈનીઝ દોરી વાગતા ગળું કપાયું છે. રેલવે પુલ પરથી મોપેડ લઈને જતાં સમયે આ ઘટના બની છે. ગળાના ભાગે દોરી વાગતા યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. યુવતીને તાત્કાલિક હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાતા જીવ બચી ગયો છે.

મહેસાણાના આંબલિયાસણમાં આ પહેલા 27 ડિસેમ્બરના રોજ એક યુવાન દોરીનો ભોગ બન્યો છે. આંબલિયાસણમાં રેલવે પુલ ઉપર બાઈક લઈને જઈ રહેલા મિતેષ જોશીને ચાઈનીઝ દોરી વાગી હતી. ગળાના ભાગે યુવાનને દોરી વાગતા તેનું ગળું કપાયું હતું. જોકે સદનસિબે યુવાનને ખાનગી હોસ્પિટલ લઈને જતા યુવાનનો જીવ બચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!