Russia cancer Vaccine: સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે ત્યારે આવી સ્થિતિમાં રશિયાએ મોટો દાવો કર્યો છે જે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર છે. રશિયાએ મોટું એલાન કરતા કહ્યું કે, અમે કેન્સરની વેક્સિન તૈયાર કરી લીધી છે જેનું તમામ નાગરિકોને મફતમાં વિતરણ કરવામાં આવશે. રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે અમે કેન્સર સામે એક વેક્સિન વિકસાવી છે જે 2025ની શરૂઆતથી રશિયામાં કેન્સરના દર્દીઓને મફતમાં આપવામાં આવશે. રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડાયરેક્ટર એન્ડ્રે કાપ્રિને રશિયન રેડિયો ચેનલ પર આ વેક્સિન વિશે માહિતી આપી હતી.
વેક્સિન દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાય
મોસ્કોમાં ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિઓલોજી એન્ડ માઈક્રોબાયોલોજીના ડિરેક્ટર એલેક્ઝાન્ડર ગિન્ટ્સબર્ગે અગાઉ જણાવ્યું હતું કે, વેક્સિન ટ્યૂમરના વિકાસને અટકાવે છે અને કેન્સરને ફેલાતું અટકાવી શકે છે. સ્પષ્ટ રીતે આ વેક્સિનનો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે. આ વેક્સિન દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાય છે.
અન્ય દેશો પણ હાલમાં કેન્સરની વેક્સિનના વિકાસ પર કામ કરી રહ્યા છે
રશિયન આરોગ્ય મંત્રાલય સહિત રશિયન નેશનલ મેડિકલ રિસર્ચ રેડિયોલોજિકલ સેન્ટર અને ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર જાહેરાતની પુષ્ટિ કરી અને વેક્સિન કેવી રીતે કામ કરે તેની સ્પષ્ટતા કરી હતી. હાલમાં તે અસ્પષ્ટ નથી કે આ વેક્સિન કયા કેન્સરની સારવાર કરશે, તે કેટલી અસરકારક છે અથવા વેક્સિનને શું કહેવાશે. તે વૈજ્ઞાનિક રીતે શક્ય છે કે કેન્સરને લક્ષ્ય બનાવવા માટે અમુક પ્રકારની વેક્સિન વિકસાવવામાં આવી શકે છે. અન્ય દેશો પણ હાલમાં કેન્સરની વેક્સિનના વિકાસ પર કામ કરી રહ્યા છે.