મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના 23મા દિવસે દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. આ શપથ ગ્રહણ સમારોહ નાગપુરમાં યોજાયો હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ સમારોહમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને અજિત પવાર હાજર રહ્યા હતા.
ફડણવીસ સરકારની કેબિનેટનું વિસ્તરણ
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું જેમાં કુલ 39 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં ભાજપના ખાતામાં 19 ધારાસભ્ય મંત્રી બન્યા. આ ઉપરાંત શિવસેનાના કોટાથી 11, જ્યારે એનસીપીના કોટાથી 9 ધારાસભ્યોએ શપથ લીધા છે.
આ 39 મંત્રીઓએ લીધા શપથ
1. દત્તાત્રેય ભરણે(NCP)
2. ચંદ્રશેખર બાવનકુલે (ભાજપ)
3. રાધાકૃષ્ણવિખે પાટિલ (ભાજપ)
4. હસન મુશ્રીફ (NCP)
5. ચંદ્રકાત પાટીલ (ભાજપ)
6. ગિરીશ મહાજન (ભાજપ)
7. ગુલાબ રાવ પાટીલ (શિંદે જૂથ)
8. ગણેશ નાઈક (ભાજપ)
9. દાદા ભુસે (શિંદ જૂથ)
10.સંજય રાઠોડ (શિંદે જૂથ)
11. ધનંજય મુંડે (NCP)
12. મંગલ પ્રતાપ લોઢા (ભાજપ)
13. ઉદય સાવંત (શિંદે જૂથ)
14. જય કુમાર રાવલ (ભાજપ)
15. પંકજા મુંડે-(ભાજપ)
16. અતુલ સાવે – (ભાજપ)
17. અશોક ઉઇકે -(ભાજપ)
18. શંભૂરાજ દેસાઈ – (શિંદે જૂથ)
19. આશિષ શેલાર-(ભાજપ)
20. અદિતિ તટકરે-(NCP)
21. શિવેન્દ્ર રાજે ભોસલે-(ભાજપ)
22. માણિકરાવ કોકાટે -(NCP)
23. જય કુમાર ગોર-(ભાજપ)
24. નરહરિ ઝિરવાલ-(NCP)
25. સંજય સાવકારે-(ભાજપ)
26. સંજય શિરસાટ – (શિંદે જૂથ)
27. પ્રતાપ સરનાઈક – (શિંદે જૂથ)
28. ભરત ગોગવાલે – (શિંદે જૂથ)
29. મકરંદ પાટીલ-(NCP)
30. નિતેશ રાણે-(ભાજપ)
31. આકાશ પુંડકર-(ભાજપ)
32. બાલા સાહેબ પાટીલ-(NCP)
33. પ્રકાશ આબિટકર-(NCC)
34. માધુરી મિસાલ-(ભાજપ)
35. આશિષ જયસ્વાલ- (શિવસેના)
36. પંકજ ભોયર-(ભાજપ)
37. મેઘના બોર્ડિંકર-(ભાજપ)
38. ઈન્દ્રનીલ નાઈક-(NCP)
39. યોગેશ કદમ- (શિંદે જૂથ)