અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન ચૂંટણીમાં કુબેરનગર વોર્ડના મહિલા કોર્પોરેટરનું એલસી નીકળ્યું બોગસ

તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે બાજી મારી હતી. જોકે, કુબેરનગર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અત્યારે ચર્ચામાં આવ્યા છે. ચૂંટણી જીતેલા કુબેરનગર વોર્ડના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર દ્વારા ચૂંટણી સમયે રજૂ કરવામાં આવેલું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) તપાસમાં બોગસ સાબિત થયું છે. આ ગંભીર ગેરરીતિ સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાંથી વિજેતા બનેલા કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર દ્વારા બોગસ LC રજૂ કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદી ચિરાગ શાહ દ્વારા આ અંગે DEOમાં ફરિયાદ કરવામાં આવી હતી. કલ્પનાબેને કૃષ્ણનગર શાળામાં અભ્યાસ કર્યો હોવાનું દર્શાવીને GR નંબર 1248 અને LC નંબર 3194 વાળું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.

જોકે, ફરિયાદના આધારે DEO દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ LC તદ્દન ખોટું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ખૂલ્યું છે કે આ GR નંબર અન્ય કોઈ વિદ્યાર્થીનો છે અને કોઈએ ડુપ્લીકેટ LC બનાવી તેના પર ખોટી સહીઓ કરીને આ ગેરરીતિ આચરી છે.

આ મામલે ફરિયાદ મળતા જ DEO એક્શન મોડમાં આવી ગયા હતા અને GR તથા દસ્તાવેજોની ચકાસણી કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. બોગસ દસ્તાવેજોનો ઉપયોગ થયો હોવાનું સ્પષ્ટ થતાં, DEO દ્વારા કૃષ્ણનગર શાળાના આચાર્યને કલ્પનાબેન નવલેકર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ શાળાને સૂચના આપવામાં આવી છે.

3 thoughts on “અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન ચૂંટણીમાં કુબેરનગર વોર્ડના મહિલા કોર્પોરેટરનું એલસી નીકળ્યું બોગસ

  1. I’ve tried a lot of these sites but this one feels the most authentic. The odds are competitive and the experience is top notch. Cheers to krunbet!

  2. I love the daily bonuses they offer. It keeps things exciting even when I am just playing for fun. Big thanks to 56bbet for the great vibes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!