દેશમાં આથી પાંચ મોટા નિયમ બલાઇ ગયા છે. જે સામાન્ય પ્રજાના ખિસ્સા પર સીધી અસર કશે. જેમાં એલપીજી ગેસથીમાંડી પેટ્રોલ-ડિઝલ, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સહિતના ફેરફારો સામેલ છે. દેશની વિવિધ બેન્ક દ્વારા આપવામાં આવતી સેવાઓમાં મોટા ફેરફારો જોવા મળશે. બેન્કિંગ ફ્રોડમાં પણ ઘટાડો કરવા બેન્કો વિવિધ ફેરફારો કરી રહી છે.
મહિનામાં 3 વાર જ ATMમાંથી ફ્રીમાં પૈસા ઉપાડી શકાશે
બેંકોએ ATMમાંથી રોકડા ઉપાડવાના ચાર્જમાં ફેરફાર કર્યો છે. હવે મહિનામાં ફક્ત 3 વાર જ ATM માંથી ફ્રીમાં પૈસા ઉપાડી શકાશે. ત્યાર પછી, દરેક ટ્રાન્ઝેક્શન પર ફી લેવામાં આવશે. પોતાની બેંકના ATMમાંથી રોકડ ઉપાડવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹25નો ખર્ચ થશે (જે પહેલાં ₹20 હતો), બીજી બેંકના ATMમાંથી રોકડ ઉપાડવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹30નો ખર્ચ થશે. એક દિવસમાં મહત્તમ રોકડ ઉપાડ મર્યાદા ₹ 50,000 નક્કી કરવામાં આવી છે.
વ્યાજ દરોમાં સુધારો
બેંકના નવા નિયમોની વાત કરીએ તો, સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. SBI, PNB અને અન્ય બેંકોએ વ્યાજ દર 3% થી વધારીને 3.5% કરી દીધો છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 0.5% વધારાનું વ્યાજ મળશે.
મિનિમમ બેલેન્સમાં વધારો
આ ઉપરાંત, મિનિમમ બેલેન્સ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, ખાતાધારકોએ બચત ખાતામાં વધુ રકમ જમા રાખવી પડશે. SBIમાં હવે મિનિમમ બેલેન્સ ₹5000 (પહેલાં ₹3000 હતું), PNBમાં મિનિમમ બેલેન્સ ₹3500 (પહેલાં ₹1000 હતું) અને કેનેરા બેંકમાં મિનિમમ બેલેન્સ ₹2500 (પહેલાં ₹1000 હતું) કરી દીધું છે. જો એકાઉન્ટ હોલ્ડર્સ આ મિનિમમ રકમ કરતા ઓછું બેલેન્સ રાખે છે, તો તેમણે પેનલ્ટી ચાર્જ આપવો પડશે.
UPI ટ્રાન્ઝેક્શનમાં મોટો ફેરફાર
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI યૂઝર્સ માટે નવા નિયમો લાગુ કર્યા છે. હવે ટ્રાન્ઝેક્શન ID માં સ્પેશિયલ કેરેક્ટર્સ (@, #, $, ) નો ઉપયોગ નહીં કરી શકાય. યૂઝર્સ માટે માત્ર આલ્ફાન્યૂમેરિક (એટલે કે a-z અને 0-9) વાળું ID જ માન્ય રહેશે. જો ટ્રાન્ઝેક્શન ID માં સ્પેશિયલ કેરેક્ટર્સ હશે, તો પેમેન્ટ ફેલ થઈ જશે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થયા
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹7નો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સતત બીજા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. 1 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવેલા નવા દર મુજબ, 19 કિલોગ્રામ ના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી 7 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મારુતિ સુઝુકીની ગાડીઓ મોંઘી થઈ
મારુતિ સુઝુકી ઇન્ડિયા (MSIL)એ 1 ફેબ્રુઆરીથી વાહનોના ભાવમાં વધારો કર્યો છે. અલ્ટો K10, વેગન આર, સ્વિફ્ટ, ડિઝાયર, બ્રેઝા, બલેનો, સિયાઝ, XL6, ફ્રોન્ક્સ, જિમ્ની, ગ્રાન્ડ વિટારા વગેરેનો સમાવેશ થાય છે.