ચૂંટણી ફંડમાં ભાજપ, કોંગ્રેસની આવકમાં 170 ટકાનો ઉછાળો, જુઓ કોને કેટલી કમાણી

bjp annual income rose 83 percent congress income surged 170 percent report
  • ચૂંટણી ફંડ મામલે 2023-24નું વર્ષ રાજકીય પાર્ટીઓ માટે શુકનવંતુ રહ્યું

ચૂંટણી પંચમાં દાખલ કરાયેલ પાર્ટીના તાજેતરના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર, ભાજપની વાર્ષિક આવક 2022-23માં 2360.8 કરોડ રૂપિયાથી 2023-24માં 83% વધીને 4340.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જેમાંથી રૂ. 1685.6 કરોડ ચૂંટણી બોન્ડ દ્વારા આવ્યા હતા. કોઈપણ પક્ષ દ્વારા જાહેર કરાયેલા બોન્ડ્સમાંથી આ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી છે.

દેશના ટોચના રાજકીય પક્ષોની આવક ગત નાણાકીય વર્ષમાં અનેક ગણી વધી છે. સત્તાધારી પક્ષ ભાજપની કમાણી 83 ટકા તો કોંગ્રેસની કમાણી 170 ટકા વધી છે. ગત વર્ષે લોકસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોની આવક વધી હોવાનું અનુમાન છે.

જેમાં ભાજપની કમાણીમાં મોટો હિસ્સો ઈલેક્ટોરલ બોન્ડનો રહ્યો છે. ચૂંટણી પંચ સમક્ષ બંને પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા ઓડિટ રિપોર્ટમાંથી આ અંગે માહિતી મેળવવામાં આવી છે.

નાણાકીય વર્ષ 2023-24માં ભાજપની કમાણી 83 ટકા વધી રૂ. 4340.5 કરોડ થઈ છે. જે ભાજપની અત્યાર સુધીની સૌથી વધુ આવક છે. જેમાં સૌથી વધુ યોગદાન ઈલેક્ટોરલ બોન્ડનો રહ્યો છે. ઈલેક્ટોરલ બોન્ડ મારફત ભાજપે રૂ. 1685.6 કરોડ એકત્રિત કર્યા હતાં.

2022-23માં ભાજપે 2360.8 કરોડની કમાણી કરી હતી. બીજી તરફ ગત વર્ષે લોકસભા સહિત વિવિધ ચૂંટણીઓ પાછળ ભાજપે 2211.7 કરોડનો ખર્ચ કર્યો હતો. જે 2022-23માં જાહેર કરેલા 1361.7 કરોડ ખર્ચ સામે 62 ટકા વધુ છે.

લોકસભા ચૂંટણી તેમજ વિવિધ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પગલે ગત નાણાકીય વર્ષ 2023-24 કોંગ્રેસ માટે પણ કમાણી કરવામાં શુકનવંતુ રહ્યું હતું. કોંગ્રેસની આવક 2022-23માં રૂ. 452.4 કરોડ સામે 2023-24માં 170 ટકા વધી રૂ. 1225 કરોડ થઈ છે. ઈલેક્ટોરલ બોન્ડ મારફત થતી આવક પણ 384 ટકા વધી હતી.

2023-24માં ઈલેક્ટોરલ બોન્ડ મારફત રૂ. 828.4 કરોડની આવક મેળવી હતી. જે અગાઉના વર્ષે રૂ. 171 કરોડ હતી. ઉલ્લેખનીય છે, કોંગ્રેસની આવકમાં વૃદ્ધિની સાથે તેનો ખર્ચ પણ 120 ટકા વધ્યો હતો. કોંગ્રેસે 2023-24માં રૂ. 1025.2 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે 2022-23માં રૂ. 467.1 કરોડ ખર્ચ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!